Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજયના તમામ ટ્રસ્ટોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ

રાજયના તમામ ટ્રસ્ટોને રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ

ધ્વજ ફરકાવતી વખતે કોઇપણ સંજોગોમાં અપમાન ન થાય તે જોવા પણ તાકિદ

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં નોંધાયેલા તમામ ટ્રસ્ટોને તેમના કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ચેરિટી કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ માટે ટ્રસ્ટોને રાષ્ટ્રધ્વજની ખરીદીમાં મુશ્કેલી ન પડે તે માટે ચેરિટી કમિશનર દ્વારા સરકારના નોંધાયેલી સંસ્થાઓની યાદી પણ મોકલી આપી છે. રાષ્ટ્રધ્જવ ફરકાવતી વખતે કોઈ પણ સંજોગોમાં અપમાન ન થાય તે જોવા માટે પણ ચેરિટી કમિશનર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.

- Advertisement -

હાલમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. જેથી ચેરિટી કમિશનર વાય.એમ. શુક્લાએ કાર્યક્રમને લઈને ચેરિટીતંત્રની તમામ પ્રાદેશિક કચેરીઓને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, આ કાર્યક્રમ નિમિત્તે કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એક્ટ 1950 અન્વયે નોંધાયેલા તમામ ટ્રસ્ટોને ટ્રસ્ટના કાર્યાલય ખાતે પણ તે પ્રમાણે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગેની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા અને કાળજી લેવા માટે પણ ચેરિટી કમિશનર દ્વારા પરિપત્રમાં જણાવાયું છે.

ટ્રસ્ટો દ્વારા આ મહોત્સવની ઉજવણી કરવામા આવે તે બાબતે જે તે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા શક્ય હોય ત્યાં સુધી તેમની કક્ષાએથી ટ્રસ્ટોને જાણ કરવા માટે પણ તાકીદ કરાઈ છે. આ કાર્યક્રમ માટે રાષ્ટ્રધ્વજ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા નિગમ તેમજ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ સાથે સંકળેયાલી સંસ્થાઓની નિમણુંક કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular