જામનગર શહેરમાં છેલ્લા 70 વર્ષથી રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરતાં સિંધી સમાજ દ્વારા આ વર્ષે પણ રાવણ દહનની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પૂતળા બનાવવાની કામગીરી ચાલી રહી છે જેનું પૂર્વ મંત્રી પરમાણંદ ખટ્ટર સહિતના આગેવાનોએ નિરીક્ષણ કર્યુ હતું. પ્રદર્શન ગ્રાઉન્ડમાં દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. આ દિવસે સિંધી સમાજ દ્વારા શહેરમાં રામસવારીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.