Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : દ્વારકાધિશમાં બનેલી ઘટનાથી અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ લાલઘુમ

Video : દ્વારકાધિશમાં બનેલી ઘટનાથી અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ લાલઘુમ

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધિશ મંદિરના ગર્ભગૃહમાં ચલણી નોટો ઉડાડી ભગવાનનું અપમાન કર્યાની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઘટનાના પગલે અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી ધાર્મિક લાગણી દુભાવનાર શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, થોડાં દિવસ અગાઉ વિશ્ર્વ વિખ્યાત દેવભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધિશ મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધિશની મુર્તિ સમક્ષ પૂજારીઓ-સાધુઓ અને દર્શનાર્થીઓ વચ્ચે અમુક શખ્સો દ્વારા ચલણી નોટોની ઘોર કરવામાં આવી હતી. આ ઘટનાનું વીડિયો શૂટીંગ કરી ઈરાદાપૂર્વક જાણીજોઇને ધાર્મિક લાગણી દુભાવવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત ઘટનામાં જગતપિતા પરમેશ્ર્વર શ્રીકૃષ્ણનું સન્મુન લક્ષ્મીજીની અપમાન થયાની ઘટનાથી કરોડો સનાતન હિન્દુઓની લાગણી દુભાઇ છે. આ ઘટના સંદર્ભે ઓખાના અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી આકરી સજા મળે તેવી માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -

આ સમાજ અને દ્વારકાધિશનો અતુટ નાતો છે.વર્ષો પહેલાં દ્વારકાધિશ મંદિરની પૂજા અને વહીવટ ક્ષત્રિય વાઘેર સમાજ પાસે હતો. ઈતિહાસના પાને આ બાબતો સૂવર્ણ અક્ષરોએ લખાયેલી છે. સમયાભા માણેક અને વાઘેરો આ જગત મંદિરની પૂજા અને વહીવટ કરતા હતાં. સમયાંતરે અને સંજોગવસાત આ પૂજા બ્રાહ્મણોને સોંપી આપી હતી. મંદિરની રક્ષા માટે વાઘેરોએ માથા ધરી દીધા છે પરંતુ મંદિર ઉપર અંગે્રજો કે અન્ય વિધર્મીઓનો કબ્જો થવા દીધો નથી. મંદિરમાં આવી નિર્લજ્જતા ભરી ઘટના કોઇપણ સંજોગોમાં ક્ષત્રિય વાઘેર સમાજ કયારેય પણ સહન કરી નહીં શકે. એક તરફ દ્વારકાધિશ મંદિર કડક સુરક્ષાના દાવા કરાય છે અને મોબાઇલ તથા કેમેરા ઉપર પ્રતિબંધ છે ત્યારે મંદિરના ગર્ભગૃહના જુદા જુદા એંગલથી વાયરલ થયેલા વીડિયો કોણે ઉતાર્યા છે ? તેમજ જગતમંદિરની સુરક્ષા અને સલામતી ખૂબ જ ગંભીર બાબત છે અને મંદિરના ગર્ભગૃહમાં આવા વીડિયો થતા હોય ત્યારે જવાબદારી કોની ? આ તમામ બાબતોને ટાંકીને અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા મુખ્યમંત્રીને ઉદેશીને કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular