Monday, December 23, 2024
Homeરાજ્યહાલારશિવરાજપુર બીચ ઉપર થતી તમામ એકટીવીટી બંધ કરી દેવાઈ

શિવરાજપુર બીચ ઉપર થતી તમામ એકટીવીટી બંધ કરી દેવાઈ

પેરાગ્લાઈડિંગ કરતી વખતે યુવાન પટકાયા બાદ તંત્ર સફાળું જાગ્યું

- Advertisement -

યાત્રાધામ સાથે પર્યટન સ્થળ બની રહેલા દ્વારકા તથા આજુબાજુ આવેલા શિવરાજપુર બીચ, ગોમતી ઘાટ, અને બેટ દ્વારકા ખાતે સ્કુબા ડાઇવિંગ, બોટીંગ અને પેરાગ્લાઈડિંગ અંગેની કથિત રીતે ગેરકાયદે પ્રવૃત્તિ કોઈપણ સુરક્ષાના સાધનો વગર, ધમધમતી હોવાના કારણે યાત્રિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે તાજેતરમાં શિવરાજપુર બીચ ખાતે બનેલી ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં પેરાગ્લાઈડિંગ કરતા એક યાત્રિકને અકસ્માત થયો હોવાનો વિડીયો સામે આવ્યો છે. પેરાગ્લાઈડિંગ દરમિયાન એક યાત્રિક આશરે 20 ફુટ ઊંચાઈથી પટકાયો હતો. જોકે આ ઘટનામાં યાત્રિકને સામાન્ય ઇજા પહોંચી હતી.

- Advertisement -

શિવરાજપુર બીચ ખાતે બોટ રાઇડ અને પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઇવિંગનો વેપાર અનધિકૃત રીતે વધ્યો હોવાનું કહેવાય છે. ત્યારે હજારો યાત્રિકો બોટ રાઇડ, પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઇવિંગનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડે છે. મોટા ભાગની બીચ સ્પોર્ટસ એક્ટિવિટી દરમિયાન સેફ્ટી જેકેટ પણ ન પહેરાવાતા હોવાનું પણ કહેવાય છે.

શિવરાજપુર બીચ પર બનેલા અકસ્માતના અહેવાલો પ્રસિધ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માએ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર તમામ જાતની વોટર સપોર્ટ એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકતો હુકમ જાહેર કર્યો હોવાનું જાણવા મળેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular