Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયચલણમાં ફરતાં 10 રૂપિયાના તમામ સિકકા માન્ય : સરકાર

ચલણમાં ફરતાં 10 રૂપિયાના તમામ સિકકા માન્ય : સરકાર

હાલ 14 પ્રકારની ડિઝાઇનના રૂપિયા 10ના સિકકા ચલણમાં છે

ઘણીવાર જયારે તમે સામાન લેવા બજારમાં જાઓ છો ત્યારે કેટલાક દુકાનદારો 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડી દે છે. આવી સ્થિતિમાં ઘણી વખત મૂંઝવણની સ્થિતિ સર્જાય છે.

- Advertisement -

કેટલાક દુકાનદારોની દલીલ છે કે આ સિક્કો નકલી છે. બીજી તરફ કેટલાક દુકાનદારો ચોક્ક્સ પ્રકારના સિક્કા લેવાની ના પાડતા તેઓ બાકીના સિક્કા લઈ લે છે. આવી મૂંઝવણનું કારણ એ છે કે બજારમાં 10 રૂપિયાના અનેક પ્રકારના સિક્કા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં આ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કા સંપૂર્ણ રીતે માન્ય છે અને તે નકલી નથી.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાનો ઉપયોગ તમામ પ્રકારના વ્યવહારો માટે કાનૂની ટેન્ડર તરીકે કરી શકાય છે. કેન્દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ 8 ફેબ્રુઆરીએ રાજયસભામાં એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 10 રૂપિયાના તમામ સિક્કા કાનૂની ટેન્ડર છે. તેમણે કહ્યું કે ભારત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ કદ, થીમ અને ડિઝાઇનમાં બનાવવામાં આવેલા અને આરબીઆઈ દ્વારા પ્રસારિત કરાયેલા રૂ. 10ના સિક્કા લીગલ ટેન્ડર છે. તેનો ઉપયોગ તમામ પ્રકારના વ્યવહારોમાં લીગલ ટેન્ડર તરીકે થઈ શકે છે. પંકજ ચૌધરી રાજયસભામાં એ વિજયકુમારના પ્રશ્ર્નનો જવાબ આપી રહ્યા હતા. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે સમયાંતરે 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારવાની ફરિયાદો આવે છે. લોકોના મનમાં જાગૃતિ લાવવા, ગેરમાન્યતાઓ અને ડર દૂર કરવા માટે, આરબીઆઈ સમયાંતરે પ્રેસ રિલીઝ દ્વારા લોકોને જાગૃત કરતી રહે છે. આરબીઆઈએ પહેલેથી જ કહ્યું છે કે 10 રૂપિયાના તમામ 14 ડિઝાઈનના સિક્કા માન્ય અને લીગલ ટેન્ડર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular