Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસીએએના વિરોધને લઇને દેશના અનેક રાજ્યોમાં એલર્ટ

સીએએના વિરોધને લઇને દેશના અનેક રાજ્યોમાં એલર્ટ

નાગરિકતા (સુધારા) અધિનિયમ એટલે કે સીએએ કાયદો લાગુ થતાંની સાથે જ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. વિરોધ પ્રદર્શનને જોતા ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હી તે સંવેદનશીલ રાજ્યોમાં સામેલ છે, અહીં પોલીસ એલર્ટ મોડ પર છે. દિલ્હી પોલીસની સાયબર વિંગ પણ એલર્ટ પર છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રાખી રહી છે. હકીકતમાં, સીએએ વિરુદ્ધ રાજધાનીમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. શાહીનબાગ વિસ્તાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સીએએના વિરોધમાં આસામમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જામીયાથી લઇને આસામ સુધી વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. ઠેર-ઠેર રેલી યોજાઇ રહી છે. જામીયા મિલ્લિયા ખાતે કડક બંદોબસ્ત મૂકાયો છે.

- Advertisement -

ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. 16 પક્ષોના સંયુક્ત વિરોધ મંચે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આસામમાં કેટલીક જગ્યાએ ઈઅઅની નકલો પણ બાળવામાં આવી હતી. અઅજઞ સાથે જોડાયેલા લોકો દિલ્હી આવશે અને સરકારને સીએએ નોટિફિકેશન પાછું ખેંચવાની અપીલ કરશે. આસામ પોલીસે બંધના એલાનને લઈને 16 વિપક્ષી રાજકીય પક્ષોને કાનૂની નોટિસ પાઠવી છે. પોલીસે રાજકીય પક્ષોને ચેતવણી આપતા કહ્યું કે, ગૌહાટી હાઈકોર્ટના આદેશ અનુસાર બંધમાં સામેલ લોકો સામે કેસ નોંધવામાં આવી શકે છે. ગુવાહાટી હાઈકોર્ટના 2023ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ‘બંધ’ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. સૂચના આપતી વખતે, હાઈકોર્ટે કહ્યું કે સરકાર વિરોધ કે હડતાલને કારણે થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ વિરોધીઓ પાસેથી કરી શકે છે. આ સાથે જ આસામના મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે જો બંધનું એલાન કરવામાં આવશે તો રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન બંધ થઈ શકે છે. પોલીસે કડક સૂરમાં કહ્યું કે જો વિરોધ અને બંધને કારણે જાહેર સંપત્તિને નુકસાન થશે તો તેની વસૂલાત વિરોધ કરનારાઓ પાસેથી કરવામાં આવશે. ઈઅઅ નિયમોની સૂચના આપ્યા બાદ ગૌતમ બુદ્ધ નગર પોલીસ એલર્ટ મોડ પર છે. ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પોલીસ દળ સાથે સોમવારે સાંજે જુદા-જુદા સ્થળોએ પગપાળા કૂચ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સંવેદનશીલ સ્થળોએ વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસે આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. તેમણે જણાવ્યું કે પોલીસે આ અંગે તમામ ધાર્મિક ગુરુઓ સાથે બેઠક કરી છે અને ઘણી જગ્યાએ સાદા વર્ષોમાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. નોઈડા ઝોનના ડીસીપી વિદ્યા સાગર મિશ્રાએ કહ્યું કે શહેરના ઘણા ભાગો પર ડ્રોન કેમેરા દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે અને શહેરને ‘ઝોન’ અને ‘સુપર ઝોન’માં વહેંચવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular