Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં દશેરા નિમિત્તે જલેબી-ગાઠિયાનું ધૂમ વેચાણ

Video : જામનગરમાં દશેરા નિમિત્તે જલેબી-ગાઠિયાનું ધૂમ વેચાણ

જામનગરના શહેરીજનોએ જાળવી રાખી ફાફડા-જલેબીની પરંપરા : શહેરના વેપારીઓને ત્યાં સવારથી ગ્રાહકોની ભીડ

- Advertisement -

આદ્યશક્તિની ઉપાસનાના નવરાત્રી પર્વ પછી આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના મહાપર્વ એવા દશેરા નિમિત્તે આજરોજ જામનગરના ફરસાણ – મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સવારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. વર્ષોથી વણલખી પરંપરા જાળવી રાખીને જામનગર શહેરના લોકોએ જલેબી-ફાફડાની મોજમાણી હતી.

- Advertisement -

જામનગર શહેરના મોટાભાગના વેપારીઓને ત્યાં આજે વિજયાદશમી નિમિત્તે જલેબી, ગાંઠિયાની ખરીદી કરતા મોટી સંખ્યામાં નગરજનો જોવા મળ્યા હતા. આ સાથે વિવિધ પ્રકારની મીઠાઈઓ આરોગીને નગરજનોએ દશેરા પર્વની ઉજવણી કરી હતી. અહીંના મીઠાઈ અને ફરસાણના દુકાનદારોને ત્યાં નગરજનોએ જલેબી સાથે ફાફડા, ફાફડી, વણેલા વિગેરે પ્રકારના ગાંઠીયાઓ સાથે મીઠાઈ ખરીદી અને આ પર્વની ધર્મમય ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular