જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઇટ દરમિયાન રૂા. 25500ની કિંમતની દારૂની 51 બોટલ અને એક મોબાઇલ સહિત રૂા. 26500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરના ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા વેપાર કરતા ફૈઝલ યુનુસભાઇ જોગણી નામના શખ્સના ઠેબા ગામમાં ભાવપરા વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂની બાટલીનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન મકાનમાં તલાસી લેતાં રૂા. 25500ની કિંમતની 51 બોટલ દારુનો જથ્થો મળી આવતાં પોલીસે દારુની બોટલ અને 1000ની કિંમતની મોબાઇલ સહિત રૂા. 26500ના મુદ્ામાલ સાથે ફૈઝલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં આ દારુનો જથ્થો જામનગરના મોહસીન ખફી નામના શખ્સ પાસેથી ખરીદયાની કેફિયતના આધારે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.