જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં મુદ્દામાલ રૂમના દરવાજા અને તાળા તોડી સસ્પેન્ડેડ PSI ના તરુણ પુત્રએ પાંચ મહિનાના સમયગાળા દરમ્યાન રૂ. ૧,૫૫,૫૦૦ની કિમંતની ૩૦૦ થી વધુ દારૂની બોટલની ચોરી કરી હોવાની સીટી બી ડીવીઝન માં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ હેડક્વાર્ટરમાં જ ચોરી અને એ પણ સસ્પેન્ડેડ પોલીસ ના પુત્રદ્વારા ચોરીના બનાવ થી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે ની વિગત મુજબ, અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને હાલ સસ્પેન્ડેડ શૈલેન્દ્રસિંહ ભદોરિયાના 13 વર્ષીય તરુણ પુત્રએ છેલા પાંચેક મહિનાના સમયગાળા દરમ્યાન જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં સાઈબર ક્રાઈમ ઓફીસ પાછળ આવેલ મુદ્દામાલ રૂમના દરવાજા અને તાળા તોડી અંદર પ્રવેશી રૂ. ૧,૫૫,૫૦૦ની કિમંતની 317 નંગ દારૂની બોટલ તથા 7 નંગ બીયરના ટીનની ચોરીકરી હોવાની પોલીસ ફરિયાદ નોધાઇ છે. આ ઉપરાંત રૂ 400ની કિમંતના 2 નંગ બીયરના ટીન તથા રૂ 14,500 ની કિમંતની 29 નંગ વ્હીસ્કીની બોટલ તેના કબજામાં ગેરકાયદેસર મળી આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.