ગુજરાતમાં સખ્ત દારૂબંધી હોવા છતાં જામનગર સહિત રાજયના વિસ્તારોમાં અવિરત પણે દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. જયારે નિયમિત પણે પોલીસ કાર્યવાહી દરમ્યાન દારૂના ધંધાર્થીઓ ફરાર થઇ રહ્યા છે. જામનગરમાંથી પોલીસે છેલ્લાં 24 કલાક દરમ્યાન ત્રણ સ્થળોએથી દારૂનો જથ્થો પકડી પાડયો છે. જે સુચવે છે કે, જામનગર શહેર અને જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ છૂટથી થઇ રહ્યા છે.
જામનગરમાં વામ્બે આવાસમાં પોલીસે દરોડો પાડી આવાસના બ્લોક નં.9 રૂમ નં.24 માંથી રૂપિયા 78,000ની કિંમતની 156 બોટલ અંગ્રેજી દારૂ પકડી પાડયો હતો. જો કે, દરોડા સમયે રાબેતાં મુજબ આરોપી સાગર હમીરભા માણેક ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુનોનોંધી તપાસ હાથધરી છે. બીજી તરફ ગોકુલધામ સોસાયટી શેરી નં.2માં રહેતાં અજયસિંહ ઉર્ફે ભાણો લગધીરસિંહ પરમારના મકાન પર એલસીબી પોલીસે દરોડો પાડી મકાનમાં વેચાણ માટે રાખેલો રૂા.9000ની કિંમતનો 24 બોટલ દારૂ પકડી પાડયો હતો. આ દરોડામાં પણ આરોપી ફરાર થઇ ગયો હતો. અન્ય એક દરોડામાં ગોમતીપુર વિસ્તારમાં રહેતાં રાકેશ શિવલાલ રાઠોડના મકાન પર સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂા.15,750ની કિંમતના 105 નંગ દારૂના પાઉચ અને ચપટા પકડી પાડયા હતાં. આ કિસ્સામાં પોલીસ આરોપીને પકડી પાડવામાં સફળ રહી હતી. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી તેની સામે પ્રોહિબિશન એકટ અંતર્ગત ગુનોનોંધી તપાસ હાથધરી છે.ર
જામનગરમાં ત્રણ સ્થળોએથી ઝડપાયો દારૂ, શું થયું આરોપીઓનું જાણો…
ગુજરાતમાં દારૂબંધી છે કે હવાહવાઇ...?!