તાજેતરમાં એક તમિલ ફિલ્મના સેટ પર સ્ટંટમેન રાજુનું દુ:ખદ અવસાન થયું. જેના પછી તેમની સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા. હવે બોલિવુડના એકશન હીરો અક્ષય કુમારે લગભગ 700 સ્ટંટમેનનો વીમા કરાવ્યો છે જેથી તેમનો જીવ સુરક્ષિત રહે અને સમયે યોગ્ય મદદ મળી શકે.
ફિલ્મોમાં કરવામાં આવતા સ્ટંટ મોટા પડદા પર સરળ અને અદભુત લાગે છે પરંતુ, વાસ્તવમાં તે એટલા ખતરનાક હોય છે. દિગ્દર્શક પા રણજીતની તમિલ ફિલ્મના સેટ પર એક સ્ટંટમેન રાજુનું દુ:ખદ મૃત્યુ થયું હતું. જેના કારણે બધે હોબાળો મચી ગયો અને દેશભરના સ્ટંટમેનની સલામતી પર પ્રશ્નો ઉભા થયા. હવે બોલિવુડ એકશન હિરો અક્ષયકુમારે આ મુદ્દા પર એક મોટું પગલું છે.
અક્ષયકુમાર સામાન્ય રીતે પોતાના સ્ટંટ જાતે કરે છે એવું ખૂબ જ દુર્લભ છે કે, તેણે પોતાના સ્ટંટ માટે બોડી ડબલનો ઉપયોગ કર્યો હોય. તમિલ સ્ટંટમેન રાજુના મૃત્યુ પછી અભિનેતાએ દેશભરના સ્ટંટમેન માટે વીમો લેવાનું નકકી કર્યુ છે. જે અંગે એકશન ડિરેકટરે વિક્રમસિંહે જણાવ્યું હતું કે, અક્ષયે હંમેશા સ્ટંટમેનની સલામતી અને વીમા પર ધ્યાન આપ્યું છે. જો કે આજે પહેલાં કરતા સ્ટંટ માટે વધુ સુરક્ષિત બની ગયા છે. તેઓ હંમેશા સલામતીનું ધ્યાન રાખે છે જેમ કે, જો કોઇ કાર સ્ટંટ દરમિયાન પલ્ટી જાય છે તો તેમાં પહેલાથી જ સલામતી પાંજરા લગાડવામાં આવે છે ડ્રાઈવરને પણ હાર્નેસથી સજ્જડ બાંધવામાં આવે છે જો કાર પલ્ટી જાય તો તેને કોઇ નુકસાન ન થાય તેમજ કારની ટાંકીમાં જેટલું જરૂર હોય તેટલું જ પેટ્રોલ ભરવામાં આવે છે. છતાં પણ સ્ટંટમેનનું કામ જોખમી છે તેમણે રાજુના મૃત્યુ પર દુ:ખ વ્યકત કર્યુ અને સ્ટંટમેનની સલામતીને વધુ મહત્વ આપવા અંગે વાત કરી અને કહ્યું કે, અક્ષય કુમારે આ અંગે મોટી ભૂમિકા ભજવી હતી તેમણે દેશભરના લગભગ 650-7500 સ્ટંટમેન માટે વીમો મેળવ્યો.
જેમાં જો કોઇ સ્ટંટમેન સેટ પર કે બહાર ઘાયલ થાય છે તો તે, 5-5.5 લાખ રૂિ5યા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે અને જો કોઇ સ્ટંટમેનનું અચાનક મૃત્યુ થાય છે તો તેના પરિવારને 20-25 લાખ રૂપિયા ચૂકવણી મળશે. અક્ષય કુમાર છેલ્લાં આઠ વર્ષથી પોતાના ખિસ્સામાંથી ભંડોળ પુરૂ પાડયું છે.


