Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં ચાલુ સિઝનમાં સૌપ્રથમ વખત અજમાની આવક

હાપા યાર્ડમાં ચાલુ સિઝનમાં સૌપ્રથમ વખત અજમાની આવક

14 ગુણી અજમાની આવક : 20 કિલોના રૂા. 5100 ભાવ બોલાયા

- Advertisement -

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે અજમાની પ્રથમ આવક થઇ હતી. અજમાની પ્રથમ વખત આ સિઝનમાં આવક થતાં ખેડૂતોએ એકબીજાને મોં મીઠા કરાવી અજમાની આવકને વધાવી હતી.

- Advertisement -

હાપા માર્કેટ યાર્ડમાં આ સિઝનમાં સૌપ્રથમ અજમાની આવક થઇ હતી. ભાવનગરના ખેડૂત વિપુલભાઇ મહુવા દ્વારા 14 ગુણી અજમાની આવક થઇ હતી. 20 કિલો અજમાનો ભાવ 5100 બોલાયો હતો. યાર્ડમાં ચાલુ સિઝનમાં સૌપ્રથમ અજમાની આવક થતાં ખેડૂતોએ પેંડા વહેચી અજમાની આવકને વધાવી હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular