Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરVideo : આજી-3 ડેમ ગેટ રીપેરીંગ કામગીરી માટે સ્થળ નિરીક્ષણ કરતા કમિશનર

Video : આજી-3 ડેમ ગેટ રીપેરીંગ કામગીરી માટે સ્થળ નિરીક્ષણ કરતા કમિશનર

કામગીરીને અનુલક્ષીને પાણી વિતરણમાં વિક્ષેપ ઉભો ન થાય તેની તકેદારી રાખવા સૂચનો અપાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ વિભાગ દ્વારા આજી -3 ડેમ ગેટ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો હોવાથી કેચમેન્ટ એરિયામાં થી 40 એમએલડી પાણી મેળવવાની પંપિંગ મશીનરી ની ગોઠવણ મનપા દ્વારા કરવામાં આવેલ છે , જેનું આજરોજ મનપાના કમિશનર દ્વારા વોટર વર્કસ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજીડેમ -3 ખાતે ગેટ રીપેરીંગ અર્થે સિંચાઈ વિભાગ રાજકોટ દ્વારા આજીડેમ- 3 ખાલી કરવાનો થતો હોય , જેના ભાગરૂપે પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં મળેલ સૂચના અનુસાર કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવાની કામગીરી મનપા દ્વારા શરૂ કરવામાં આવેલ હોય આ કામગીરીનું જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા વોટર વર્કસ વિભાગના કાર્યપાલક એન્જિનિયર નાયબ એન્જિનિયર ની ટીમ સાથે આજી -3 ડેમ ખાતે સાઇટ વિઝીટ કરવામાં આવી હતી. આજી -3 ડેમ ખાલી થતા 40 એમ એલ ડી પાણી મેળવવા કરવામાં આવેલી ગોઠવણ પંપીંગ મશીનરીનું કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું હતું અને પાઇપલાઇન ટેસ્ટિંગની કામગીરી કરી હતી તેમજ આ ડેમ ખાલી થયા બાદ પણ સમગ્ર શહેરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગને જરૂરી સૂચના આપી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા વોટર વર્કસ વિભાગ દ્વારા જામનગર શહેરમાં આ કામગીરીને અનુલક્ષીને પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો ન થાય તેની પણ તકેદારી રાખવા સૂચનો આપ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular