સોશિયલ મીડિયામાં અભિનેત્રી એશ્વર્યા રાય જેવી દેખાતી ઘણી યુવતીઓ ફેમસ થઇ છે. ત્યારે હવે આશીતાસિંહનું નામ પણ તેમાં શામિલ થયું છે. તે સલમાન ખાનની કાર્બન કોપી દેખાતા સોશિયલ મીડિયા સ્ટાર સાથે વિડીઓ બનાવે છે. તેનો ચેહરો બિલકુલ એશ્વર્યા રાય જેવો દેખાઈ રહ્યો છે.
આશિતાએ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ શેર કરી છે. આમાં, તે સલમાન ખાનના હમશકલ વિક્રમ સિંહ રાજપૂત સાથે ‘મૈંને પ્યાર કિયા’ ‘આજા શમ હોને આય’ ગીત રીક્રીએટ કરી રહી છે. આશિતાના વિડીઓ પર હજારો યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. અને બિલકુલ એશ્વર્યાની કોપી હોય તેમ જણાવી રહ્યા છે. ત્યારે સલમાન અને એશ્વર્યા જેવા દેખાતા વિક્રમસિંહ અને આશિતાને હમ દિલ દે ચુકે સનમના ડાયલોગ પર રીલ્સ બનાવવાનું પણ કમેન્ટમાં જણાવી રહ્યા છે.