Thursday, December 26, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવાયુ પ્રદુષણથી વિશ્વમાં દર મિનિટે 13નાં મોત

વાયુ પ્રદુષણથી વિશ્વમાં દર મિનિટે 13નાં મોત

- Advertisement -

વિશ્વભરમાં વાયૂ પ્રદૂષણથી થનારા મોતને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ડરામણો રિપોર્ટ જાહેર કર્યો છે. વાસ્તવમાં આ રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણના કારણે વિશ્વમાં દર મિનિટે 13ના મોત થઇ રહ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવેલી બેઠકમાં ઠઇંઘએ પોતાનો ખાસ રિપોર્ટ જાહેર કરતાં ચેતવણી પણ આપી છે કે જો આગામી સમયમાં લોકો ચેતશે નહી તો ગંભીર પરિણામો ભોગવવા પડે તેમ છે. ઠઇંઘએ ગ્લોબલ વોર્મિગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવા આહવાન કર્યું હતું. આ બેઠક દરમિયાન ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ડો ટેડ્રોસ અધોનામ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે કોરોના રોગચાળાએ મનુષ્યો, જાનવરો અને આપણા પર્યાવરણની વચ્ચે ધનિષ્ઠ અને નાજુક સંબંધો ઉપર પ્રકાશ પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ડબલ્યુએચઓ તમામ દેશો પાસેથી ગ્લોબલ વોર્મિગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે પર નિર્ણાયક કાર્યવાહી કરવા આહવાન કરે છે, તે આપણા હિતમાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular