Tuesday, April 8, 2025
Homeરાજ્યજામનગરસુવરડા નજીક વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ તૂટી પડયું... - VIDEO

સુવરડા નજીક વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ તૂટી પડયું… – VIDEO

દુર્ઘટનામાં જેટના બે પાયલોટ પૈકી એકનું મોત અન્ય એક ઇજાગ્રસ્ત : ફાઇટર વિમાન તૂટતાં આગનો ગોળો બની ગયું : દુર્ઘટના સ્થળે જાનમાલનું કોઇ નુકસાન નહીં : વાયુસેનાએ આપ્યો કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ : એક મહિનામાં બીજી વખત જગુઆર ફાઈટર જેટ ક્રેશ

ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ગઈકાલે રાત્રે તાલીમ દરમિયાન ક્રેશ થયું હતું. એક પાયલોટનું ઈજાથી મૃત્યુ થયું જ્યારે બીજા અન્ય એક પાયલોટને જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગર શહેરથી આશરે 12 કિ.મી. દૂર સુવરડા ગામમાં ખુલ્લા મેદાનમાં વિમાન તૂટી પડયું હતું. ઘટના પાછળનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીએ આદેશ આપ્યો છે. મળતી વિગતો મુજબ, રાત્રે તાલીમ દરમિયાન જગુઆર બે સીટર ફાઈટર વિમાન ક્રેશ થતા ભારતીય વાયુસેનાના એક પાઈલોટનું મૃત્યુ નિપજ્યું હતું અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ડ્ઢ પર નિવેદન ભારતીય વાયુસેનાએ કહ્યું કે, પાયલોટને ટેકનિકલ ખામીનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -

આ પહેલાં 7 માર્ચના પણ હરિયાણાના અંબાલા નજીક આઇએએફનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું હતું. જેમાં પાયલોટ સુરક્ષિત રીતે બહાર નિકળી ગયો હતો. ત્યારે પણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિસ્ટમમાં ખામી સર્જાતા ક્રેશ થયું હતું. જગુઆર એક ટવીન – એન્જિન ફાઈટર બોમ્બર છે. જેમાં સિંગલ અને ટવીન – સીટ વેરિયન્ટ્સ છે. જેનો ઉપયોગ આઈએએફમાં ખુબ જ વ્યાપકપણે થાય છે. 70 ના દાયકાના અંતમાં સૌપ્રથમ વખત તેમાં સામેલ કરવામાં આવ્યું હતું.

ગતરાત્રિના આ ઘટના બનતા પોલીસ, ઈમરજન્સી સ્ટાફ અને વહીવટી તંત્રના અધિકારીઓનો કાફલો ગામમાં દોડી ગયો હતો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, કાલાવડ હાઈવે રોડ પર ખુલ્લા મેદાનમાં જેટ ક્રેશ થયું હતું. જ્યારે જામનગર કલેકટર કે.બી. ઠકકરે કહ્યું હતું કે, વિમાન દુર્ઘટનામાં કોઇ ગ્રામજનો કે નાગરિકની જાનહાની થઈ ન હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે આગ પર કાબુ મેળવી લીધો હતો. વાયુસેનાની ટીમ ફાયર ટીમ, પોલીસ ટીમ અને અન્ય ટીમો બચાવ કામગીરી માટે સતત હાજર રહ્યા હતાં. ખુલ્લા મેદાનમાં ક્રેશ થતા નાગરિકો સુરક્ષિત રહ્યા હતા.એક મહિનામાં સતત બીજી વખત આ ઘટના બની આઈએએફ જાનહાની પર દુ:ખ વ્યકત કરે છે અને પાયલોટના શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભુ રહેશે તેમજ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ અપાયો છે.

- Advertisement -

શહિદ પાયલોટના પાર્થિવ દેહને વતન રવાના કરાયો

જામનગર તાલુકાના સુવરડા ગામની સીમમાં ગતરાત્રિના 09:30 વાગ્યાના અરસામાં ઈન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થઈ જતાં ખુલ્લા વિસ્તારમાં પડયું હતું. તેના કારણે આગ લાગી હતી. આ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ યાદવ સુશીલકુમાર યાદવ (રહે. 2318 હાઉસીંગ બોર્ડ કોલોની, સેકટર-4, રેવાડી, હરિયાણા) નામના પાયલોટનું મોત નિપજ્યું હતું. જ્યારે ગુ્રપ કેપ્ટન મનિષકુમાર સીંગને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત પાયલોટને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહીદ પાયલોટના પાર્થિવ દેહને તેના વતન મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular