જામનગર કોર્ટમાં વડોદરાની પેઢી પ્લાસ્ટમેક એન્જીન્યરીંગના માલીક હિનાબેન દિપલભાઈ શાહ સામે ચાલતી ફરિયાદના અનુસંઘાને કોર્ટ દ્વારા એક વર્ષની સજા તથા ચેકની રકમ દિવસ 90 માં ચુકતે કરવા નામદાર જામનગર કોર્ટએ આદેશ કરેલ છે.
આ અંગેની વિગત એવી છે કે, જામનગરના નિવૃત શિક્ષક વિદ્યાબેન આસ્તીકભાઈ ભરાડનાએ પ્લાસ્ટમેક એન્જીન્યરીંગના પ્રોપરાઈટર હિનાબેન દિપલભાઈ શાહને પોતાના બેંક ખાતામાંથી રૂા.10,00,000 હાથ ઉછીના સંબંધ દાવે આપેલ હતા જે સંબંધે છેલ્લે બાકી રહેતી રકમ રૂા.2,50,000 નો ચેક આરોપી હિનાબેન એ ફરિયાદી વિદ્યાબેન ને આપેલ હતો. જે ચેક ફીરયાદીએ પોતાની બેંકમાં રજુ કરતા પરત ફરેલ હતો, આ અંગેની ફરિયાદ વિધાબેનએ જામનગર કોર્ટમાં સને 2013 માં દાખલ કરેલ હતી. પરંતુ આરોપી હિનાબેન વર્ષો સુધી કોર્ટમાં હાજર રહેલ નહીં, જેના કારણે કેસ લંબાતો હતો અંતે આરોપી હિનાબેન પોતાના વકીલ મારફત હાજર થયેલા અને કેસ ચાલેલ હતો. આ કેસમાં આરોપી હિનાબેનનો મુખ્યત્વે બચાવ એવો હતો કે ફરિયાદીએ આ રકમ ભાગીદાર દરજજે આરોપીને આપેલી, પરંતુ આ અંગેના જરૂરી આધાર-પુરાવા આરોપી હિનાબેન કોર્ટ સમક્ષ રજુ કરી શકેલા નહીં, જે સંબંધે બન્ને પક્ષોની રજુઆતો અને પુરાવા ધ્યાને લઈ 11 માં એડિશ્નલ સિનિયર સિવિલ જજ આર. બી. ગોસાઈ એ આરોપી હિનાબેન દિપલભાઈ શાહને ક્સુરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા 90 દિવસમાં ચેકની રકમ રૂા.2,50,000 ચુકવવા અને જો રકમ ન ચુકવે તો વધુ બે માસની સાદી કેદની સજા કરતો હુકમ કરેલ હતો.
આ કેસમાં ફરિયાદ પક્ષે વકીલ અશ્વિન બી. મકવાણા, નેહા દેસાઈ અને ત્રશિષ્તા નંદા રોકાયા હતાં.