કોવિડ કેસોના ઘટતા વલણને કારણે અને સંબંધિત પ્રતિબંધોને હળવા કરવા સાથે, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC લિમિટેડ) હવે 11મી ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદ-મુંબઈ-અમદાવાદ રૂટ પર ટ્રેન નંબર 82901/02 તેજસ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન તમામ આરોગ્ય અને કોવિડ સુરક્ષા પ્રોટોકોલનું સખતપણે પાલન સાથે અઠવાડિયાના 5 દિવસ માટે ફરી શરૂ કરશે. તેજસ એક્સપ્રેસ મા કોવિડ સેફ્ટી પ્રોટોકોલના કડક અમલીકરણે મોટી સંખ્યામાં પ્રવાસીઓમાં વિશ્વાસ જગાડ્યો છે જે દિવાળીના તહેવાર તેમજ તહેવારોની સીઝન દરમિયાન જોવા મળ્યો છે. તદુપરાંત, લગ્નની સિઝનને કારણે ટ્રેનમાં ઓક્યુપન્સીનું સ્તર ઉત્તરોત્તર વધશે. સેવાના ઉચ્ચ ધોરણો તેમજ આ કોવિડ સમયમાં શ્રેષ્ઠ સ્વચ્છતા પ્રથાઓ જાળવી રાખવાને કારણે મુસાફરો નિયમિતપણે અન્ય ટ્રેનો કરતાં તેજસ એક્સપ્રેસને પસંદ કરી રહ્યાં છે.
આ સાથે, તેજસ એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી, 2022 થી મુંબઈ-અમદાવાદ સેક્ટર વચ્ચે રવિવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે.