જામનગર શહેરમાં પશુઓનો વ્યાપ લમ્પિના રોગચાળા અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે જામ્યુકોના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજીને રોગચાળાની સ્થિતિની સમિક્ષા કરી હતી.
આ બેઠકમાં શહેરમાં રસ્તે રઝળતાં બિનવારસુ અને લમ્પિગ્રસ્ત ઢોરને પકડીને તેમને ઢોરવાડામાં રાખવા અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રોગચાળાને કાબુમાં લેવા સતત સક્રિય અને ગંભીર છે. શહેરી વિસ્તારમાં આ માટે ખાસ પશુ ચિકિત્સકો સાથેની એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. જામનગર શહેરમાં આવી સાત એમ્બ્યુલન્સ કાર્યરત કરી દેવામાં આવી આ ઉપરાંત માલિકીના પશુઓ કે, જે જાહેરમાં રખડે છે. તે અંગે તેમના માલિકોને શખ્ત ચેતવણી આપી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. આ ઉ5રાંત પશુઓના રસિકરણ માટે પર્યાપ્ત માત્રામાં રસીનો જથ્થો પણ મોકલી આપવામાં આવ્યો છે. મૃત પશુઓના યોગ્ય નિકાલ માટે યોગ્ય જગ્યાએ જમીન ફાળવવા માટે કલેકટરને પણ કહેવામાં આવ્યું હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.