Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગેની તૈયારીની સમીક્ષા કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

જી. જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગેની તૈયારીની સમીક્ષા કરતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

કોવિડ અંગે જરૂરી દવાઓ તથા સાધન સામગ્રી સાથે આગોતરું આયોજન હાથ ધરવા સૂચન કરતાં મંત્રી

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે શહેરની ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ ખાતે તમામ આરોગ્ય વિભાગોના વડાઓ સાથે બેઠક યોજી હોસ્પિટલ તંત્ર દ્વારા કોવિડ અંતર્ગત હાથ ધરાયેલ આયોજનો તથા પૂર્વ તૈયારીઓ તેમજ હોસ્પિટલની વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

- Advertisement -

બેઠકમાં મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ પાસેથી ઓક્સિજન, આઇ.સી.યુ. તથા આઈ.સી.સી.યુ., ડાયાલિસિસ યુનિટ, ઓપીડી, સ્ટાફની સંખ્યા, સોનોગ્રાફી, એમ.આર.આઈ તથા એક્સરે મશીનની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ સુવિધા, કેન્સર વિભાગ, સુપર સ્પેશિયાલિટી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, સર્જરી વિભાગ તથા બાળકોની હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ વગેરેની તલસ્પર્શી માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રીએ આ તકે જી.જી. હોસ્પિટલ દ્વારા ગત વર્ષોમાં કોરોના દરમિયાન કરાયેલ રાત દિવસની કામગીરીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આગામી સમયમાં જો કોરોનાના કેસો જોવા મળશે તો રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા તમામ સુવિધાઓ તથા સહકાર પૂરો પાડવામાં આવશે. લોકોની સહૃદયતાથી સેવા સુશ્રુષ કરવા તેમજ દર્દીઓને પૂરી રીતે મદદરૂપ થઈ કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા મંત્રી તથા ધારાસભ્ય રિવાબા જાડેજાએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો તેમજ કોવિડ અંગે જરૂરી દવાઓ તથા સાધન સામગ્રી સાથે આગોતરૂં આયોજન હાથ ધરવા સૂચન કર્યું હતું.

- Advertisement -

બેઠકમાં વિવિધ વિભાગોના વડાઓ દ્વારા કરાયેલ સૂચનો તથા રજૂઆતો મંત્રીએ સાંભળી હતી અને સરકારમાં આ રજૂઆતો પહોંચાડવા અંગે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

બેઠકમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જામનગરના ડીન નંદિની દેસાઈ, કોવિડ નોડલ ઓફિસર ડો.એસ.એસ. ચેટરજી, સાઇકિયાટ્રિસ્ટ વિભાગના વડા અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. દીપક તિવારી, બાળરોગ વિભાગના વડા ડો. ભદ્રેશ વ્યાસ, પેથોલોજી વિભાગના વડા ડો. વિજય પોપટ, મેડિસિન વિભાગના વડા ડો. મનીષ મહેતા, સ્ત્રી રોગ વિભાગના વડા ડો. નંદિની આનંદ, પલ્મનરી મેડિસિન વિભાગના વડા ડો. ઇવા ચેટ્ટરજી, એનેટોમી વિભાગના વડા ડો. મિત્તલ પટેલ, ફાર્મોકોલોજી વિભાગના વડા ડો. હિરેન ત્રિવેદી, પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગના વડા ડો. દીપેશ પરમાર, માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. હિતેશ સિંગાળા, ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. રાહુલ મહેતા, રેડિયોથેરેપી વિભાગના વડા ડો. પ્રકાશ મકવાણા, સર્જરી વિભાગના વડા ડો. કેતન મહેતા, એનેસ્થેશિયા વિભાગના વડા ડો. વંદના ત્રિવેદી, ઓર્થોપેડિકસ વિભાગના વડા ડો. વિજય સાતા, રેડિયોલોજી વિભાગના વડા ડો. હિરલ પારેખ, સ્કિન વિભાગના વડા ડો. વોરા, ઓપથાલમોજી વિભાગના વડા ડો. દેવદત્ત ગોહિલ, ઈ.એન.ટી. વિભાગના વડા ડો. હિરલ મોદી તેમજ અન્ય તબીબી અધિકારીઓ તેમજ આગેવાનો વિમલભાઈ કગથરા, મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular