તા. 6 એપ્રિલથી તા. 8 એપ્રિલ સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ આજે એ.પી.એમ.સી. કાલાવડ ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત લીધા બાદ બાલંભડી, મુરીલા, નપાણીયા, ખીજડિયા, બામણગામ, રીનારી સહિતના ગામોમાં લોકસંપર્ક યોજશે. તા.7 ના રોજ 12 થી 3 કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. 3 વાગ્યે કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજશે. તા. 8ના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે 2 થી 5 કલાક સુધી લોકસંપર્ક યોજશે.