Friday, December 27, 2024
Homeરાજ્યહાલારબાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરતા...

બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે જોડિયા તાલુકાનાં બાલંભા અને પીઠડ ગામે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવીન ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે પણ નાગરિકોને સરળતાથી બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઉપરોક્ત ગામોએ બેંક દ્વારા જમીનની ખરીદી કરી બેન્ક તથા મકાન બનાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે એક સમયે ખોટ માં ચાલતી બેંક આજે યોગ્ય નીતિ-રીતિ અને નિષ્ઠાવાન કર્મીઓને કારણે ખૂબ સારી કામગીરી કરી રહી છે.બેંકના વહીવટદારો દ્વારા કરવામાં આવેલ ઉત્તરોતર સુધારાઓ અને બેંકની વિવિધલક્ષી કામગીરીની પણ મંત્રીએ લોકોને જાણકારી આપી હતી. આ પ્રસંગે બેંકના ચેરમેન તથા વિવિધ ગામની સહકારી મંડળીઓ, સરપંચો, હોદેદારો અને કાર્યકરો દ્વારા મંત્રીનું શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર ડી.કો.ઑ, બેંકના ચેરમેન પી.એસ.જાડેજા, બેંકના ડાયરેકટર ધરમશીભાઈ ચનિયારા, જીવણભાઈ કુંભારવાડીયા, , દેવકરણભાઈ ભાલોડીયા, ભીમજીભાઇ મકવાણા, રશીકભાઈ ભંડેરી, નવલભાઈ મુંગરા, જેઠાભાઇ અઘેરા, ભરત ઠાકર, જયેન્દ્રસિંહ જાડેજા, ટગુભા જાડેજા, દિલીપભાઇ રામપરિયા, હિતેશભાઇ ટાંક, તા. 5. સભ્યઓ, સરપંચઓ, જામનગર ડી.કો.ઑ બેંકનો સ્ટાફ તેમજ આસપાસના ગામોના ખેડૂતભાઇઓ ઉપસ્થિત રહ્યા હત્તા. કાર્યક્રમનું સંચાલન બેંકના એમ.ડી. કેતનભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular