Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર શહેરમાં પણ ‘અગ્નિપથ’, પોલીસ એકશનમાં

Video : જામનગર શહેરમાં પણ ‘અગ્નિપથ’, પોલીસ એકશનમાં

- Advertisement -

ભારતીય સૈન્યમાં અગ્નિપથથી ભરતીના વિરોધની જ્વાળાઓ જામનગર સુધી પહોંચી છે અને આજે સવારે લશ્કરમાં ભરતી થવા માટે પરીક્ષા આપનારા યુવાનો દ્વારા વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. આ પ્રદર્શનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા મેદાનમાં ઉતર્યા છે અને પોલીસ ઉપરાંત એસઆરપી સહિતનો લોખંડી સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. યુવાઓને ન્યાય નહીં મળે તો આગામી 20મીએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગરના આર્મી સ્ટેશનમાં 20 માર્ચ 2021 ના દિવસે આર્મીમાં ભરતી થવા માટેની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જામનગર સહિત સૌરાષ્ટ્રભરના 11 જિલ્લાના 3000 થી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી. જેમાં સૌપ્રથમ મેડિકલ અને ત્યાર પછી ફિઝિકલ પરીક્ષાઓ પણ આપી દીધી હતી અને કુલ 1800 થી વધુ યુવાનોને ફાઇનલ પરીક્ષાઓ માટે અનેક વખત તારીખો પાડવામાં આવી હતી. છ-છ વખત તારીખો પાડ્યા પછી હજુ સુધી કોઈ ફાઈનલ પરીક્ષા અથવા તો ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ન હોવાથી અનેક યુવાનો આર્મીમાં ભરતી થઈ શક્યા નથી. આ તમામ ઉમેદવારો દ્વારા સેનામાં ભરતી થવા માટેની છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન અનેક તૈયારીઓ કરી લેવામાં આવી છે અને તાજેતરમાં રક્ષા મંત્રી દ્વારા સેનામાં ભરતીની પ્રક્રિયામાં બદલાવ કરી જૂની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. તેના કારણે 1800થી વધુ યુવાનો ની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેથી સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, માંગરોળ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના 12 જિલ્લાના 1500થી વધુ યુવાનો જામનગરના આર્મી કેમ્પસ પાસે એકત્ર થઇ ગયા હતા.

- Advertisement -

આર્મીમાં ભરતી થવા માટેના યુવાનોના પ્રોટેસ્ટને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ આર્મી કેમ્પના દ્વારે પહોંચી ગયા હતા. તેમજ જામનગર શહેરના હથિયારધારી સહિતના પોલીસ તંત્રને ઉતારી દેવામાં આવ્યું છે. એલસીબી, એસઓજી, સહિતની જુદી-જુદી ટુકડીઓ બોમ્બ સ્કવોર્ડ, વજ્રસેન વાહન વગેરે તૈનાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ માત્ર નહીં એસઆરપીના જવાનો સહિત નો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જામનગરમાં કોઈ ઝલદ આંદોલનાત્મક કાર્યક્રમો અથવા તો કોઈ હિંસક ઘટના ન બને તેની સમગ્ર તંત્ર દ્વારા તકેદારી રાખી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો પૈકીના સાત સભ્યોના પ્રતિનિધિ મંડળને આર્મી એરિયામાં વાટાઘાટો કરવા માટે બોલાવાયા છે અને તેમના દ્વારા ચર્ચાઓ કરવામાં આવી રહી છે. યુવાનો દ્વારા જણાવાયા અનુસાર કોરોનાના બહાને તેઓની જુદી-જુદી છ વખત પરીક્ષાઓ અથવા તો ભરતી પ્રક્રિયા ટાળી દેવામાં આવી છે દરમિયાન ભરતી પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવે તો તેમણે આપેલી પરીક્ષા અને મહેનત એળે જાય તેમ છે. અને તમામને નોકરી પણ મળે તેમ નથી. એટલું જ માત્ર નહીં કેટલાક ઉમેદવારોની તો ઉંમર પણ પૂરી થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. માટે પોતાને યોગ્ય ન્યાય આપવા માંગણી કરી રહ્યા છે અને જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી 20મી તારીખે તમામ યુવાનો દ્વારા દિલ્હીમાં કૂચ કરવામાં આવશે અને સાથોસાથ ભારત બંધનું એલાન પણ કરવામાં આવી રહ્યું હોવાનું યુવાનો દ્વારા જણાવાઇ રહ્યું છે.

- Advertisement -

પોલીસ દ્વારા અનેક યુવાનોની મોડી રાત્રે અટકાયતનો આક્ષેપ

જામનગર શહેરમાં આજે આર્મીમાં ભરતી થવા માટે ની મેડિકલ અને ફિઝિકલ પરીક્ષા આપી ચૂકેલા 1800 થી વધુ યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે પ્રદર્શનમાં ગઈકાલ રાત્રિથી જ કેટલાક યુવાનો જામનગર આવી પહોંચ્યા હતા. 11 જિલ્લામાં નોકરીના ભરતી થનારા યુવાનો દ્વારા વોટ્સએપનું ગ્રુપ બનાવ્યું છે, અને તેના આધારે આજે તમામને જામનગર પહોંચવા જણાવ્યું હતું. જેને લઈને ગઈકાલ રાત્રિથી જ અનેક યુવાનો જામનગર આવી પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ તંત્ર દ્વારા અનેક યુવાનોની ગઈકાલે રાત્રે થી જ અટકાયત કરી લેવામાં આવી હોવાનો વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો દ્વારા આક્ષેપ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular