Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સવન ડે શ્રેણી જીત્યા બાદ આજથી ટી-20નો પ્રારંભ

વન ડે શ્રેણી જીત્યા બાદ આજથી ટી-20નો પ્રારંભ

- Advertisement -

ટેસ્ટ અને વનડે બાદ હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી-20 સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ આજે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરુ થશે. આ પહેલા ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0 થી અને 3 મેચની વનડે સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ ટી-20માં યજમાન વિન્ડીઝ સાથે ટકરાશે. આ ભારતની 200મી ટી-20 મેચ હશે. માત્ર પાકિસ્તાને (223) ભારત કરતાં વધુ ટી-20 મેચ રમી છે.રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. જ્યારે 15 સભ્યોની ટીમમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને ફાસ્ટ બોલર મુકેશ કુમાર એવા ખેલાડી છે, જેઓ પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. જો યશસ્વી જયસ્વાલને તક મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular