દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસવડા સુનિલ જોશીની અમદાવાદ બદલી કરવામાં આવી હતી તેમના સ્થાને જામનગરના પોલીસવડા નિતેશ પાંડેયની નિમણૂંક કરાતા બુધવારે નિતેશ પાંડેયએ દ્વારકાધિશના દર્શન કર્યા હતાં અને ત્યારબાદ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. દ્વારકાધિશના દર્શનાર્થ સમયે ડીવાયએસપી સમીર શારડા તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.