ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા શિરેશ્વર મહાદેવના મંદિરના વિશાળ પટાંગણમાં તાજેતરમાં ચાર દિવસનો શિરેશ્વર લોકમેળો પૂર્ણ થઈ ગયો હતો.
શીરુ તળાવના આ લોકમેળામાં ભારે વિવાદ તેમજ ઉહાપોહ અને ઉઘાડી લૂંટ વચ્ચે ગ્રામ પંચાયતની અનેક નબળાઈઓ છતી થઈ છે. જેમાં આટલા મોટા આયોજન તથા ગ્રામ પંચાયતને સાંપળેલી તોતિંગ રકમની આવક વચ્ચે સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. મેળાના સ્થળે ડસ્ટબીન મૂકવામાં ન આવતા ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળ્યા હતા. જે બાબત લોકોમાં ભારે ટીકા થઈ હતી.