Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એક દર્દી ગુમ થયા પછી, એમનો મૃતદેહ કયાંથી મળી...

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એક દર્દી ગુમ થયા પછી, એમનો મૃતદેહ કયાંથી મળી આવ્યો ?

- Advertisement -

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઘોર બેદરકારી ના પગલે શુક્રવારે રાજભવનમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કોરોનાગ્રસ્ત અશ્વિનભાઈ કનોજીયાની લાશ સિવિલના ચોથા માળે આવેલ ટોયલેટમાંથી મળી આવતા પરિવારજનોએ સિવિલમાં આવીને હોબાળો મચાવી સીવીલ સુપ્રિટેન્ડન્ટ સહિતના જવાબદાર વ્યક્તિઓ સામે પગલા ના ભરાય ત્યાં સુધી લાશ ના અંતિમ સંસ્કાર નહીં કરવા નિર્ધાર કરી લીધો હતો. આ બનાવના પગલે સેકટર-7 પોલીસ તાબડતોડ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

- Advertisement -

ગાંધીનગરના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા અને ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા અશ્વિનભાઈ અમ્રતલાલ કનોજીયાના પરિવારમાં પત્ની મીનાબેન તેમજ બે દીકરી હેતલ અને મીતબેન તથા પુત્ર પ્રિયાંશ છે થોડા દિવસો અગાઉ નાદુરસ્ત તબિયતના કારણે અશ્વિનભાઈએ પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવતા ગત તારીખ 6 એપ્રિલના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા.

અશ્વિનભાઈ કનોજીયાને કોરોના વોર્ડ નંબર 401/15 માં દાખલ કરવામાં આવ્યા હતા પરિવારજનો તેમના માટે ટિફિન મોકલાવતા અને ફોન ઉપર વાતચીત કરતા હતા પરંતુ 7મી એપ્રિલે પિતાનો સંપર્ક ન થઇ શકતા પુત્રએ સિવિલ તંત્રને પૂછતાછ કરી હતી. પરંતુ સિવિલના નઘરોળ તંત્ર ઉડાઉ જવાબ આપી દઈ હાથ ખંખેરી લીધા હતા જેના પગલે સેક્ટર સાત પોલીસ મથકમાં અશ્વિનભાઈ ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -

આજે ગાંધીનગર સિવિલના ચોથા માળના ટોયલેટમાંથી અશ્વિનભાઈની લાશ મળી આવી હતી. જેના પગલે ગાંધીનગર સિવિલ દોડી આવેલા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે અશ્વિનભાઈ ને ટોયલેટમાં સિવિલ તંત્ર દ્વારા મારી નાખવામાં આવ્યા છે જેથી કરીને બે દિવસ સુધી કોઈએ ટોયલેટમાં તપાસ કરી ન હતી. વારંવાર અશ્વિનભાઈ વિશે પૂછપરછ કરતાં સિવિલ તંત્ર દ્વારા કોઈ તપાસ કરવામાં આવી ન હતી જેથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ નિયતિ લાખાણી સહિતના જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં ભરીને ન્યાય ન મળે ત્યાં સુધી લાશ ની અંતિમ વિધિ કરવાની પરિવારજનોએ ના પાડી દીધી હતી. સિવિલમાં હોબાળો થતા ફફડી ઉઠેલા સિવિલ તંત્રે પોલીસને જાણ થતા સેક્ટર 7 પી.આઈ સચિન પવાર તેમના સ્ટાફ સાથે સિવિલ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા covid વોર્ડમાં રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત પણે સીસીટીવી કેમેરા ની સુવિધાઓ ઊભી કરી દર્દીઓને મળતી સારવારનો મોનીટરીંગ કરવાનો આદેશ વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો તેમ છતાં કોરોના ની બીજી લહેર શરૂ થયા પછી સિવિલના કોરોના ના વોર્ડ દર્દીઓથી ભરચક થઈ ચૂક્યા હોવા છતાં સિવિલ તંત્ર દ્વારા રાજ્ય સરકારના નિયમ ની અવગણના કરીને હજી સુધી covid વોર્ડમાં સીસીટીવી કેમેરાની સુવિધાઓ ઉભી કરવામાં આવી જ નથી તેમ છતાં આજે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણીએ પરિવારજનોને સીસીટીવી ફૂટેજ ચકાસીને કસૂરવારો સામે પગલાં ભરવાની હૈયાધારણા આપીને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.

- Advertisement -

આ અંગે સેક્ટર સાત પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સચિન પવારે જણાવ્યું હતું કે ટોયલેટનો દરવાજો અંદરથી બંધ હતો નહીં પરંતુ મૃતક પડી જવાથી દરવાજો અંદરથી બંધ હોય તેવું કર્મચારીઓને લાગતુ હોવાનું પ્રાથમિક અનુમાન છે કોરોના ગાઇડલાઇન મુજબ કોવિડ દર્દીનું મોત થાય તો તેનું સિવિલ તંત્ર દ્વારા જ અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય છે હાલમાં પરિવારજનો સાથે વાતચીત ચાલી રહી છે. મરનાર રાજભવન ખાતે ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા અને તેઓ બે દિવસથી સિવિલ હોસ્પિટલ માંથી ગુમ થઈ જતા જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી તેમનો મૂળ ધંધો ધોબીનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular