ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ડિરેક્ટર આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલુ છે અને શૂટ દરમિયાન જ સંજય લીલા ભણસાલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આલિયા ભટ્ટ ક્વૉરન્ટીન થઇ છે.
હાલ સંજય લીલા ભણસાલી સેલ્ફ ક્વૉરન્ટીન છે. રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આલિયા પોતે ક્વૉરન્ટીન થઇ છે. ડિરેક્ટરના કોન્ટેક્ટમાં જેટલા લોકો આવ્યા હતા તે બધા પણ સલામતીના ભાગ રૂપે ટેસ્ટ કરાવી રહ્યા છે. જો કે, સંજય લીલા ભણસાલીની માતા એકદમ સ્વસ્થ છે. ડિરેક્ટર પોતે કોરોના પોઝિટિવ આવ્યા પછી સૌપ્રથમ માતાનો ટેસ્ટ કરાવ્યો હતો. માતાનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવ્યો હતો તેમ છતાં તેઓ ક્વૉરન્ટીન રહીને પોતાનું ધ્યાન રાખી રહ્યા છે.