ઓનલાઈન બ્રોકરેજ પ્લેટફોર્મ ગ્રો ના ગ્રાહકોને આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેમને જાણ થઈ કે તેમની પરવાનગી વિના લિક્વિડ સ્ક્રિમ્સમાંથી તેમનું રોકાણ વેચી નાખવામાં આવ્યુ અને તેનું રિડિમ ન્યુ ફંડ ઓફર (એનએફઓપ)માં રોક્વામાં આવ્યા છે. એક રોકાણકાર કનિકા ગુપ્તાએ કહ્યું કે, મારુ રોકાણ આઈસીઆઈસીઆઈ પુ્રડેન્શિયલ મ્યુચુઅલ અલ્ટ્રા શોર્ટ ડેબ્ટ ફંડ ડાયરેક્ટમાં હતું, તેને મારી પરવાનગી વિના તેની નવી આઈસીઆઈસીઆઈ ફ્લેક્સી કેપ ફંડમાં 12 જુલાઈએ રોકવામાં આવ્યા હતા. આ જ દિવસે આઈસીઆઈસીઆઈ ફલેક્સી કેપનો એનઓફઓ બંધ થયો હતો. આ માટે આઈસીઆઈસીઆઈ મ્યુ.ફંડ સતત મારી બ્રોકિંગ એપ ગ્રોને દોષ આપી રહ્યા છે.
કંપનીનું કહેવુ છે કે બ્રોકરેજ ગૃહ પાસેથી તેમને ઓર્ડર મળ્યો હતો, ગ્રોના હિસાબોમાં આ સોદા માટે મારી સંમતિ હોવાના કોઈ પુરાવા નથી. ગુપ્તાએ સોશ્યિલ મીડિયામાં આ માહિતી આપતા જણાવ્યું કે, આઈસીઆઈસીઆઈ એમએફએ મને આશ્ર્વાસન આપ્યુ છે કે તેઓ મારા નાણા અગાઉના ફંડમાં પાછા મૂકશે અને એક્ઝીટ લોડનો ચાર્જ વસૂલશે નહીં. ગ્રો અકાઉન્ટમાં ઉપરોક્ત કોઈ એન્ટ્રી નથી. અન્ય એક રોકાણકાર રિતીક સિંહ સાથે પણ આવુ બન્યું હતું. જોકે ગ્રોએ કહ્યું કે, 12મી જુલાઈએ અમારા પ્લેટફોર્મથી 12,000થી પણ વધુ રોકાણકારોએ એનએફઓમાં રોકાણ કર્યું હતુ. આ માંથી 100 જેટલા ગ્રાહકોએ તેમના ડેબ્ટ ફંડ્સમાંથી એનએફઓમાં આવ્યા હતા.
કારણ કે એસેટ મેનેજમેન્ટ કંપનીએ આ કોમ્બો ફિચર રજૂ કર્યું હતું. અમારા પ્લેટફોર્મમાં કોઈ સમસ્યા નથી. એકેય ગ્રાહકને નુક્સાન થયુ નથી. આ ઘટના બની તે પછી ગ્રો એએમસીએ તે સોદા ઉલટાવી નાખ્યા હતા.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે કહ્યું કે,અમને અમૂક ફરિયાદો મળતા અમે સંપૂર્ણ પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું. ત્યારબાદ ગ્રાહકોના નાણા તેમના જૂના ફંડ્સમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા, જેથી તેમને કોઈ નુક્સાન થાય નહીં, બીએસઈ સ્ટાર એમએફએ કહ્યું કે, ડિસ્ટ્રીબ્યુટર સાથે વાતચીત કરીને અમે સોદા રિવર્સ કર્યા હતા. એક્સચેન્જની આવા પ્રકારના સોદામાં કોઈ ભૂમિકા હોતી નથી.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના સૂત્રોએ કહ્યું કે, પહેલાથી જ નિયામક અમૂક ફરિયાદોમાં ઓનલાઈનબ્રોકર્સ વિરુદ્ધ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પરંતુ આ ઘટનામાં રોકાણકારોએ ફરિયાદ કરી છે કે નહી તે સ્પષ્ટ નથી.