Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયNEET પછી હવે NEXT : મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટો ફેરફાર આવી રહ્યો...

NEET પછી હવે NEXT : મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટો ફેરફાર આવી રહ્યો છે

જાણો શું છે NEXT ??

ભારતની તબીબી શિક્ષણ પ્રણાલીમાં ટૂંક સમયમાં મોટો પરિવર્તન આવશે. NEXT એટલે કે નેશનલ એક્ઝિટ ટેસ્ટ એ એક પરીક્ષા માનવામાં આવે છે. જે ડોકટર બનવાની સમગ્ર પ્રક્રિયાને પરિવર્તિત કરશે. જ્યારે NEXT અગાઉ મેડીકલ કોલેજોમાં પ્રવેશ નક્કી કરતી હતી. NEET નો ઉદેશ ડોકટર બનવાથી લઇને લાઇસન્સ અને અનુસ્નાતક પ્રવેશ મેળવવા સુધીની સમગ્ર પ્રક્રિયાને એક જ પરીક્ષામાં એકીકૃત કરવાનો છે.

- Advertisement -

નવી NEXT પરીક્ષા શું છે ?

NEXT ને હવે ભારતમાં તબીબી શિક્ષણ માટે ભવિષ્યની પરીક્ષા માનવામાં આવી રહી છે. જો કે, તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં તે વર્તમાન NEET-PG ને બદલશે અને દેશભરના તબીબી સ્નાતકો માટે એક સામાન્ય તબીબી પરીક્ષા પ્રણાલી તરીકે સેવા આપશે. જ્યારે NEET નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ પ્રવેશ માટે છે. NEXT નો ઉદેશ્ય આનાથી આગળ વધીને ત્રણેય પ્રક્રિયાઓ- મેડીકલ ડિગ્રી પૂર્ણ કરવી ડોકટર તરીકે લાઇસન્સ મેળવવું અને અનુસ્નાતક પ્રવેશને એક જ પરીક્ષામાં એકીકૃત કરવાનો છે.

- Advertisement -

નેશનલ મેડિકલ કમિશન અનુસાર NEXT ને દેશની તમામ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓનું સમાન સ્તરે મૂલ્યાંકન કરવા માટે એક સામાન્ય કસોટી તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. આનાથી તબીબી શિક્ષણની ગુણવતા અને ડોકટરોની લાયકાતમાં સુધારો થશે. NMC એ જાહેરાત કરી છે કે મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે પ્રસ્તાવિત નેશનલ એક્ઝિટ ટેસ્ટ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. NMC ના ચેરમેન ડો. અભિજીત શેઠ અને દેશભરના રેસિડેન્ટ ડોકટરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો.

પરીક્ષા તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. NMC અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે NEXT માળખા પર કામ શરૂ કરી દીધું છે અને વર્તમાન પડકારો અને જરૂરિયાતો પુર્ણ થયા પછી તે આગળ વધશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે પરીક્ષા તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. પરંતુ, આયોજન પ્રતિસાદ અને ફેરફારો માટે પુરતો સમય આપવામાં આવશે. NEXT ઓગસ્ટ 2025થી લાગુ થવાનું હતું પરંતુ, તે મુલત્વી રાખવામાં આવ્યું છે. સરકાર અને કમિશન માટે NEXT ભારતમાં તબીબી શિક્ષણની ગુણવતા વધારવાના હેતુથી એક સમાન, અસરકારક અને વ્યાપકપણે સ્વીકૃત તબીબી પરીક્ષા પ્રણાલી સ્થાપિત કરવાના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. ડો. શેઠે તેને ‘દ્રષ્ટા તબીબી એક્જિટ પરીક્ષા મોડેલ ગણાવ્યું. જે રાષ્ટ્રીય તબીબી મુલ્યાંકન પ્રણાલીને મજબુત બનાવતી અને આરોગ્ય સંભાળ તાલીમ ધોરણોને સુધારવા માટે ટકાઉ ઉકેલ પુરો પાડવા માટે રચાયેલ છે.

- Advertisement -

નેશનલ મેડિકલ કમિશને શરૂઆતમાં 2019 ના MBBS બેચ માટે 2032 માં નેશનલ એક્ઝિટ ટેસ્ટ યોજવાની યોજના બનાવી હતી. જો કે, વિદ્યાર્થીઓના વિરોધને પગલે આ નિર્ણય અનિશ્ચિત સમય માટે મુલત્વી રાખવામાં આવ્યો હતો. જેમણે દલીલ કરી હતી કે, આ પગલું NEXT એકટ 2019ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરે છે.

શું NEXT પરીક્ષા NEET-PG નું સ્થાન લેશે ???

ચાલુ અનિશ્ચિતતા વચ્ચે NMC એ મેડિકલ કોલેજો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને વિનંતી કરે છે કે, શું NEXT એ વર્તમાન MBBS ફાઈનલ પરીક્ષા અને NEET-PG ને બદલવી જોઇએ કે નહીં તેમણે પરીક્ષાના માળખા, પદ્ધતિ અને અભ્યાસક્રમ અંગે પણ સુચનો માંગ્યા છે. હાલમાં NMC એ NEXT પરીક્ષા મુલત્વી રાખી છે. એકવાર અમલમાં આવ્યા પછી NEXT ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે નોંધણી મેળવતા માંગતા તબીબી સ્નાતકો માટે એક સમાન લાયકાત, લાઇસન્સિયેટ અને અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા તરીકે સેવા આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular