જામનગર શહેરમાં રામેશ્વરનગરમાં રહેતાં કોન્ટ્રાકર યુવાને વજન ઓછું કરવાનું ઓપરેશન કરાવ્યા બાદ શાક રોટલી ખાવાની મનાઇ હોય જેથી ચિંતામાં જિંદગી થી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રામેશ્વરનગર માટેલ ચોક પાસે રહેતાં કોન્ટ્રાકટર મનહરસિંહ પરબતસિંહ જાડેજા (ઉ.વ.33) નામના યુવાનનું વજન 140 કિલોથી પણ વધુ હતું. જેથી યુવાને છએક માસ અગાઉ રાજકોટ ખાતે ઓપરેશન કરાવી વજન ઓછું કરાવ્યું હતું. જેના કારણે યુવાનને શાક-રોટલા ખાવાની મનાઇ હતી. જેથી સતત ચિંતામાં રહેતાં યુવાને જિંદગીથી કંટાળી રવિવારે રાત્રિના સમયે નવા રેલવે સ્ટેશન પાસેના મેદાનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું આ અંગે ક્રિપાલસિંહ દ્વારા જાણ કરાતા હેકો એસ.એ.મકવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.