Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsડેરિવેટીવ્ઝમાં મે વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી બાદ દરેક...

ડેરિવેટીવ્ઝમાં મે વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી બાદ દરેક ઉછાળે સાવચેતીનું વલણ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૫.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૨૮૮.૬૧ સામે ૫૪૩૦૭.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૮૮૬.૨૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૮.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૬.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૦૫૨.૬૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૧૮૩.૩૫ સામે ૧૬૧૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૦૩૪.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૧૨૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ આગામી દિવસોમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત વચ્ચે અમેરિકી બજારોમાં સાવચેતી અને વૈશ્વિક મોરચે ફુગાવાની વધતી સમસ્યા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની સાથે સ્થાનિક સ્તરે મોંઘવારી – ફુગાવાનું દબાણ બજારની ધારણા કરતા સતત વધી રહ્યો હોવાથી નેગેટિવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ચાઈનામાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ પાછળ લોકડાઉન લંબાવવામાં આવતાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ ફયુલની માંગમાં ઘટાડા અને વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાની શકયતા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહી હતી.

- Advertisement -

ડોલરમાં મજબૂતી, ફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની શક્યતાને પગલે ચારેબાજુથી વેચવાલી નીકળતા ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો હતો. યુક્રેન – રશીયા વોરના ચાલતાં જીઓ – પોલિટીકલ ટેન્શન સાથે વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ વધુને વધુ કથળી રહી હોવા સાથે સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરો વધારતાં વૈશ્વિક બજારોમાં લિક્વિડીટી પર અસર પડી રહી હોઈ અને આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં અનેક કંપનીઓના અપેક્ષાથી સાધારણ રિઝલ્ટ જાહેર થતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત મોટી વેચવાલીએ ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ અને ફાઇનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૭૦ અને વધનારની સંખ્યા ૧૦૩૬ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ફુગાવાજન્ય દબાણને ખાળવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં વધારવાનું ચાલુ રાખશે, પરંતુ વ્યાજ દર  વધારીને કોરોના પહેલાના સ્તર સુધી લઈ જવાશે કે કેમ તે કહેવું હાલમાં મુશકેલ છે. વ્યાજ દરમાં વધારો કરવા બાબત કંઈ વિચારવા જેવું રહ્યું નથી. રેપો રેટમાં થોડોક વધારો થશે. પરંતુ કેટલો થશે તે કહી શકાય નહીં. વ્યાજ દર વધારીને ૫.૧૫% સુધી લઈ જવાશે એમ કહેવું યોગ્ય નહીં ગણાય. હવે પછીની  જુનની બેઠકમાં મોનિટરી પોલિસી કમિટિ વ્યાજ દરમાં વધારો કરશે તે અંગે બજાર જે વિચારે છે, તે ખરું છે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે રિઝર્વ બેન્ક દેશની નાણાં વ્યવસ્થામાં વધારે પડતી લિક્વિડિટીને પણ આગામી બેથી ત્રણ વર્ષમાં દૂર કરવા માગે છે.

ફુગાવાને અંકુશમાં લેવાની વૈશ્વિક કવાયતમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા કરાયેલા વ્યાજ દરના વધારા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈંગ્લેન્ડ સહિતે પણ વ્યાજ દરમાં વધારો કર્યા બાદ હજુ વધુ મોટો વધારો તોળાઈ રહ્યો હોઈ કંપનીઓના ખર્ચમાં વધારા સાથે ફરી નફાશક્તિ ભીંસમાં આવવાના સંકેતો વચ્ચે વૈશ્વિક સંકટ ઘેરાતા વિશ્વ ફરી મંદીના ભરડામાં આવી ગયું હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા હોવાથી આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી નોંધાતા ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળા સાથે અમેરિકી શેરબજારોમાં સાવચેતીએ વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા આજે ભારતીય શેરબજારમાં પણ ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલીએ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

તા.૨૫.૦૫.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૫.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૧૨૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૨૦૨ પોઈન્ટ થી ૧૬૨૭૨ પોઈન્ટ, ૧૬૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૫.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૨૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૧૬૦ પોઈન્ટ થી ૩૪૦૦૮ પોઈન્ટ, ૩૩૯૩૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૬૧૯ ) :- રિફાઇનરીઝ & માર્કેટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૫૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૫૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૪૪ થી રૂ.૨૬૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૬૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૮૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૯૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૪૪૫ ) :- રૂ.૧૪૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૨૯૬ ) :- રેસિડેન્શિયલ, કોમર્સિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૯ થી રૂ.૧૩૩૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૯૯૪ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ડીગો ( ૧૬૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૬૩ થી રૂ.૧૬૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૩૧૭ ) :- રૂ.૧૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૧૪૭ ) :- નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૨૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૯૬ થી રૂ.૬૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૬૬૪ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૫૫ થી રૂ.૬૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular