Wednesday, March 19, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં ડેલ્ટા+ બાદ હવે આ જગ્યાઓ પર કપ્પા વેરિયન્ટના કેસ સામે આવતા...

ગુજરાતમાં ડેલ્ટા+ બાદ હવે આ જગ્યાઓ પર કપ્પા વેરિયન્ટના કેસ સામે આવતા ખળભળાટ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત બે દિવસથી વધી રહ્યા છે. રાજ્યમાં ડેલ્ટા, ડેલ્ટા+ અને હવે કપ્પા વેરિયન્ટની પણ એન્ટ્રી થઇ છે.  રાજ્યમાં કપ્પા વેરિયન્ટના 3 કેસ નોંધાયા છે. તાલાદ, મહેસાણા અને ગોધરામાં ત્રણ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે.

- Advertisement -

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં જેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો. આ વાયરસને લઇને વૈશ્વિક સ્તરે રીસર્ચ થઇ રહ્યું છે. પરંતુ આ અંગે કોઈ તારણો હાથ લાગ્યા નથી.

નિષ્ણાંતોનું કહેવું છે કે આ વાયરસ ઝડપથી સ્પ્રેડ થાય ત્યારે  મ્યુટેશન થવાની શક્યતાઓ વધે છે. 16 થી 30 જુન વચ્ચે ગોધરા અને મહેસાણાના બે દર્દીઓ જે કપ્પા વેરિયન્ટથી સંક્રમિત હતા તેની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. અને તલોદ તાલુકાના 70 વર્ષીય દર્દીમાં પણ કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના ડેલ્ટ વેરિયન્ટનો પ્રથમ કેસ ભારતમાંથી જ મળી આવ્યો હતો. તે જ પ્રમાણે કપ્પા વેરિએન્ટના કેસ પણ અહીં જ મળી આવ્યા છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular