જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં સીટી મ્યુઝિયમમાં માછલીઘર આવેલ છે. જેની અંદાજે એકાદ વર્ષથી હાલત ખરાબ હતી, જેને મહાનગર પાલિકા દ્વારા રીનોવેશન કરવામાં આવ્યુ. જેમાં અગાઉ માત્ર 23 પેટીઓમાં રંગબેરંગી વિવિઘ પ્રકારની માછલીઓ હતી. હાલ ત્યાં નવી કુલ 30 માછલીની પેટીઓ તૈયાર કરવામાં આવી છે. હાલ તમામ પેટીઓમાં માછલીઓ રાખવામાં આવી છે. વેકેશનની રજામાં મુલાકાતીઓ માછલીઘરમાં રંગબેરંગી માછલીઓનો નજારો નિહાળી શકાશે. 1 મે ગુજરાત નિર્માણ દિવસથી માછલીઘર મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.
ઉનાળાના વેકેશનમાં દેશભરથી મુલાકાતીઓ સૌરાષ્ટ્ર અને જામનગર આવતા હોય છે. જે મુલાકાતીઓ જામનગરમાં રણમલ તળાવની મુલાકાતે આવતો હોય છે. રણમલ તળાવમાં આવેલા સીટી મ્યુઝીયમ અને પક્ષીઘર તેમજ માછલીઘરની મુલાકાત મુલાકાતીઓ લેતા હોય છે. ખાસ કરીને માછલીઘરમાં રાખવામાં આવેલી રંગબેરંગી માછલીઓ મુલાકાતીઓને વધુ પસંદ હોય છે. અંહી માછલીઘરમાં ગોસ્ડ, રેડકેપ, પ્લેક મુર, કોપર ગોલ્ડ, મીલ્કી કોઈ, વ્હાઈટ શાર્ક, વ્હાઈટ રેમ્બો, માર્વેલ એન્જલ, પ્લેક રેમ્બો, કલર વિડોસ, ઓસ્કાર, મોનો એન્જલ સહીત અલગ-અલગ 30 પ્રકારની માછલીઓ જોવા મળે છે


