દેશભરમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી દૈનિક કેસ 20 હજારથી પણ ઓછા નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે 287 દિવસ બાદ પ્રથમ વખત કોરોનાના સૌથી ઓછા 8,865 કેસ નોંધાયા છે. જે રાહતના સમાચાર છે. છેલ્લા 24કલાકમાં 197લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24કલાકમાં કોરોનાના 8,865 કેસ નોંધાયા છે. જયારે 197 લોકોના મૃત્યુ સાથે કુલ મૃતક આંક 4 લાખ 63 હજાર 852 પર પહોચ્યો છે. દેશમાં હવે માત્ર 1,30,793 એક્ટીવ કેસ છે. રિકવરી રેટ 98.26 ટકા છે
ભારતમાં અત્યાર સુધીની કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો 3 કરોડ 44 લાખ 56 હજાર 401 લોકોને કોરોનાની ચપેટમાં આવ્યા છે. અત્યાર સુધી 3 કરોડ 38 લાખ 61 હજાર 756 કોવિડ સામે જંગ જીત્યા છે જયારે 4 લાખ 63 હજાર 852 લોકોના મૃત્યુ થયા છે.