ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા દિવ્યાંગો માટે સોનેરી તક રાજ્યમાં 759 જગ્યા પર ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા દિવ્યાંગો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને દ્વિસ્તરીય TAT(S)-2023 આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી 12 નવેમ્બરથી 21 નવેમ્બર 2025 ની રાત્રે 23:59 સુધી સતાવાર વેબસાઈટ gserc.in થી ઓનલાઈન અરજી કરી શકાશે.



