બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે સમગ્ર રાજ્યના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે. ત્યારે જામનગરમાં પણ ભારે વરસાદ અને પવન ફુંકાવાની પૂરી શકયતાઓ હોય અને જામનગર વિમાન મથક દ્વારા આ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીઓમાં સજ્જ છે.
જામનગર વિમાન મથકના એરપોર્ટ ડાયરેકટર ડી.કે. સીંગનું કહેવાનું છે કે સંભવિત વાવાઝોડાને પગલે જે જરૂરી તૈયારીઓ છે તે દરેક કામગીરી જામનગર હવાઈ મથક દ્વારા કરીને પૂર્વ ત્ ભાગરૂપે સજ્જ કરવામાં આવ્યું છે.
જામનગર હવાઈ મથકના એરપોર્ટ ડાયરેકટર કે જેઓ એ હજુ ગઈકાલે જ જોઇન્ટ કર્યુ છે. આવતાની સાથે જ તેમણે વાવાઝોડાને પગલે જરૂરી એકશન લીધા છે. જેમ કે એરલાઈન રીક્રુટમેન્ટ, હાઈટાવરની નીચે રાખીને સલામત રખાયું, જરૂરી એન્ટીના તેમજ હોર્ડીંગને ઉતારીને રખાયા છે. આ ઉપરાંત તેમનું કહેવું છે કે, અત્યાર સુધીની બધી ફલાઈટો અને ઓપરેશન હજુ નોર્મલ છે. આવતીકાલ અને ત્યારબાદ જે ફેરફારો આવો શકે. આ ઉપરાંત અચાનક કોઇ ફલાઈટનું ઈમરજન્સી લેંડીંગ કરવાનું થાય તો પણ તે અંગેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ અત્યાર સુધીની ફલાઈટની અવર જવર નોર્મલ છે. અને વિમાન મથક દ્વારા અગમચેતીના રૂપે તમામ સલામતી અને સુરક્ષા માટે પૂર્વ ત્ કરી લેવામાં આવી છે.