દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલાં વાડી વિસ્તારમાં રહેતાં પ્રૌઢે બ્લડપ્રેશરની બિમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર કચેરિયા વાડી ખાતે રહેતા હરસુરભાઈ અજુભાઈ ભાચકન નામના 55 વર્ષના પ્રૌઢને છેલ્લા ઘણા સમયથી બ્લડપ્રેશરની તકલીફ હોય, તેમણે આ બીમારીથી કંટાળીને ગત તારીખ 27 ના રોજ ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુધ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયા તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર કરશનભાઈ હરસુરભાઈ ભાચકન દ્વારા જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખંભાળિયા નજીક વાડી વિસ્તારમાં પ્રૌઢની આત્મહત્યા
બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ જીંદગી ટૂકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી