જામનગર શહેરના મેહુલનગર ટેલીફોન એકસચેંજ પાસેના વિસ્તારમાં રહેતા પ્રૌઢને ચકકર આવતા પડી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના મેહુલનગર ટેલીફોન એકસચેંજ પાસે આવેલા પ્રગતિપાર્કમાં રહેતા જેરામભાઈ અરજણભાઇ ભીમાણી (ઉ.વ.50) નામના પ્રૌઢને મંગળવારે બપોરના સમયે તેના ઘરે અચાનક ચકકર આવતા પડી જવાથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેની સારગાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ગોવિંદભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.