લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા પ્રૌઢને છાતીમાં દુ:ખાવો થતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતા પ્રવિણસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.58) નામના પ્રૌઢને ગત રવિવારે બપોરના સમયે તેના ઘરે અચાનક છાતીમાં દુ:ખાવો થતા ચકકર આવતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે એએસઆઈ વી.બી. રાઠોડ તથા સ્ટાફે મયુરસિંહ જાડેજાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.