જામનગર શહેરના વિકટોરિયા પુલ નજીક વાહનનો કાચ રિપેર કરાવવા આવેલા પોરબંદરના પ્રૌઢનું નીચે પટકાતા બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, પોરબંદરમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતો કેતન અમૃતલાલ ગજરા (ઉ.વ.51) નામના પ્રૌઢના વાહનનો કાચ હલતો હતો જે કાચ રિપેર કરાવવા માટે જામનગરમાં વિકટોરિયા પુલ નજીક ગ્લાસની દુકાનમાં આવ્યાં હતાં અને તે દરમિયાન રવિવારે સાંજના સમયે એકાએક નીચે પડી જતાં બેશુદ્ધ થઈ ગયા હતા. બેશુદ્ધ હાલતમાં પ્રૌઢને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ભીખુભા જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં વિકટોરિયા પુલ પાસે પડી જતાં પ્રૌઢનું મોત
પોરબંદરથી વાહનનો કાચ રિપેર કરાવવા આવેલા પ્રૌઢને અકસ્માત: પોલીસ દ્વારા કાર્યવાહી