Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપા-માડગાંવ અને જામનગર-બાંદ્રા હમસફર ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

હાપા-માડગાંવ અને જામનગર-બાંદ્રા હમસફર ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22908/22907 હાપા-માડગાંવ એક્સપ્રેસ માં હાપા થી 04.05.2022 થી 25.05.2022 સુધી (18.05.2022 સિવાય) અને માડગાંવ થી 06.05.2022 થી 27.05.2022 સુધી (20.05.2022 સિવાય) એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 22924/22923 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસમાં જામનગર થી તાત્કાલિક પ્રભાવ થી 13.05.2022 સુધી અને બાંદ્રા ટર્મિનસ થી તાત્કાલિક પ્રભાવ થી 12.05.2022 સુધી એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular