Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો

ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો

જામનગરના ખિજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઈટ ઘોષિત કરાઈ : આ સાથે જ હવે દેશમાં રામસર સાઈટની સંખ્યા કુલ 49 થઇ છે

- Advertisement -

ગુજરાતના ગૌરવમાં વધુ એક મોરપંખનો ઉમેરો થયો છે. જામનગર જિલ્લાના સુવિખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યને વર્લ્ડ વેટલેન્ડ ડે નિમિતે રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ ભારતના બે અભયારણ્ય ગુજરાતના જામનગર જીલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્ય અને ઉતરપ્રદેશના બખીરા અભયારણ્યને રામસર સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવ્યાં છે.

- Advertisement -

વિશ્ર્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ 1960ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઇ હતી અને વર્ષ 1971માં ઈરાનના રામસર શહેર ખાતે નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધી તરીકે ઓળખવામાં આવી છે. પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.1971માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર ક્ધઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવેલ છે.

ભારતમાં કુલ 49 રામસર સાઈટ થઈ છે. જેમાં આ શ્રેણીમાં સાઈટનું પ્રથમ બહુમાન 1981માં ઓડિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યું હતું.

- Advertisement -

પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવા આર્દ્ર (ભેજવાળા) સ્થળોને જયાં પ્રવાસી પક્ષીઓનાં સંવર્ધનની પ્રાકૃતિક સંભાવનાઓને ધ્યાને લઈ રામસર સાઈટ તરીકે ગણના કરી આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે તે સાઈટને સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા નવા સ્થળો ઉમેરવામાં આવે છે.

વર્ષ 2012માં ગુજરાતના નળ સરોવરને પ્રથમ રામસર સાઈટ જાહેર કર્યા બાદ મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણા તળાવને પણ રામસર યાદીમાં સ્થાન અપાયા બાદ ગુજરાતના જામનગર શહેર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભયારણ્યનો સમાવેશ કરતા કુલ હાલ સુધીમાં ગુજરાતની 4 સાઈટને અને દેશની કુલ 49 સાઈટ્સને રામસર સંરક્ષણ યાદીમાં સમાવિષ્ટ થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.

- Advertisement -

સંકલન : દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ
જામનગર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular