Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતઅદાણી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોબોટિક્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા

અદાણી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોબોટિક્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા

અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (AIIE) IIT-Bombay દ્વારા ગ્રેડ અ કેટેગરીમાં રેન્ક મેળવનારી ગુજરાતની એકમાત્ર સંસ્થા

અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ એ સાત મહિનાની અસાધારણ સફરમાં ચાર વિદ્યાર્થીઓ, કુશલ મહેતા, તાત્યા કારિયા, જીશા નાઇક અને મોહમ્મદ અર્શ વહોરાએ ય-ઢફક્ષિફિં રોબોટિક્સ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. ય-ઢફક્ષિફિં એ ઈંઈંઝ બોમ્બે દ્વારા આયોજિત અને શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત રોબોટિક્સ આઉટરીચ પ્રોગ્રામ છે. વિદ્યાર્થીઓએ ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યોને ઉત્તમ બનાવતા સંશાધનોનો લાભ લઈ પડકારરૂપ એલિમિનેશન રાઉન્ડ બાદ સમગ્ર ભારતમાંથી 1700+ સહભાગીઓમાં શોર્ટલિસ્ટ થયા. સ્પર્ધામાં ટોચના 5 પર્ફોર્મર તરીકે ઘોષિત થવાથી તેઓ ચેમ્પિયનશિપની સફળતા માટે દાવેદાર બન્યા.

- Advertisement -

’કૃષિ બોટ’ થીમના પડકારનો સામનો કરવા વિદ્યાર્થીઓના પ્રયાસો નોંધપાત્ર હતા. થીમમાં એક એવો રોબોટ બનાવવાનો હોય છે જે ભવિષ્યના શહેરોમાં કૃષિ પેદાશોને નેવિગેટ કરી લણણી કરી શકે. ટીમે રોબોટના નેવિગેશન પર્સેપ્શન અને મેનીપ્યુલેશન માટે એલ્ગોરિધમ બનાવવા રોબોટ ઓપરેટિંગ સિસ્ટમ, ગાઝેબો, મૂવઈટ, ઓપનસીવી અને ગિટ જેવી અનેક રોબોટિક્સને લગતી ટેક્નોલોજીઓનું વ્યાપક જ્ઞાન મેળવ્યું.

વિદ્યાર્થીઓ ઉપરાંત એઆઇઆઇઇની ફેકલ્ટીની મેન્ટરશિપનું માર્ગદર્શન પ્રશંસનીય રહ્યું છે. એઆઇઆઇઇના પ્રિન્સિપાલ પ્રોફેસર અનુપમકુમાર સિંહે વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી સંસ્થા વિદ્યાર્થીઓમાં ટીમ સ્પીરીટ, વિશ્ર્લેષણાત્મક અને તાર્કિક વલણ વિકસાવવાનો પ્રયાસ કરે છે. આ સ્પર્ધાએ અમારા વિદ્યાર્થીઓમાં તે ગુણો માટે આદર્શ પ્લેટફોર્મ પુરૂં પાડ્યું છે. અમે તેમના પરિણામથી ખુશ છીએ.

- Advertisement -

આઇઆઇટી બોમ્બેએ 2018 થી એઆઇઆઇઇના ઉત્કૃષ્ટ પ્રયાસને માન્યતા આપી ગ્રેડ અ સંસ્થા જાહેર કરી છે. આ સાથે જ એઆઇઆઇઇ ગુજરાતની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા બની છે. અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગની ટીમ રાષ્ટ્રીય ખિતાબ હાંસલ કરી ફાઇનલમાં પહોંચનારી ગુજરાતની એકમાત્ર પ્રતિનિધિ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular