79-જામનગર દક્ષિણ વિધાનસભા ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીના જન્મ દિવસ નિમિત્તે તા. 14 જાન્યુઆરીના રાજકોટ નાગરિક બેંક સામેના હોલમાં, ન્યુસ્કૂલની બાજુમાં, ખંભાળિયાનાકા બહાર, દિ.પ્લોટ પોલીસ ચોકી મેઇન રોડ, જામનગર ખાતે એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પધ્ધતિનો પાંચ દિવસીય સારવાર કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં જુના સાંધાના દુ:ખાવો, કમર દર્દ, પેટના રોગ, માઇગ્રેન, પેરેલાઇસ, ચિકનગુનીયા, બીપી, સુગર, જાડાપણુ, આંખ, કાન, ગળુ અને દરેક બિમારીઓનો ઇલાજ વગર દવા (હાથ-પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. આ કેમ્પ તા. 14થી તા. 18 સુધી રહેશે. કેમ્પનો સમય સવારે 9 થી 12 સાંજે 3 થી 6 રેહેશે.
આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના નિષ્ણાંત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, ડો. ધર્મપાલ સેવા આપશે. વોર્ડમાં રહેતા તેમજ જામનગર શહેરમાં રહેતા લોકોને આ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.