બિપરજોય વાવાઝોડાની આગાહી સમગ્ર ગુજરાત પર છે ત્યારે જામનગર પણ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે છે. ત્યારે તંત્ર અને સરકાર દ્વારા કામગીરી તો થાય છે પરંતુ સાથે સાથે વિરોધ પક્ષના હોદ્ેદારો પણ આ વાવાઝોડા સંદર્ભે કામગીરીમાં લાગ્યા છે.
આ અંગે ગોદડીયાવાસ, ઘાંચી કબ્રસ્તાન પાસે આવેલી કોલોની કોડીનો ડેલો સહિતના વિસ્તારોમાં વિરોધ પક્ષના નેતા ધવલ નંદા કોર્પોરેટર અલ્તાફ ખફી તેમજ તંત્રના અધિકારીઓ દ્વારા કાચા મકાનો તેમજ પતરાવાળા મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યાં હતાં. જ્યારે તેમને સરકારી સ્કૂલ ખાતે સ્થળાંતર કરીને તમામ પ્રકારની સેવા, જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સચાણા ગામના આગેવાનો સાથે મુલાકાત કરી જામનગર શમહેર કોંગે્રસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધપક્ષના નેતા ધવલભાં નંદા, અલ્તાફભાઈ ખફી, આનંદભાઈ ગોહિલ, રચનાબેન નંદાણિયા, આનંદભાઈ રાઠોડ, કાસમ જીવા, જોખીયા, સહારાબેન મકવાણા, રામદેવ ઓડેદરા, રાહુલ દુધરેજીયા, કોંગે્રસ મહામંત્રી સાજીદ બ્લોચ સહિતના આગેવાનોએ સચાણા જેટીની મુલાકાત લીધી હતી.