Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રાફિકને અડચણરૂપ રેંકડી-રિક્ષા ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી

જામનગરમાં ટ્રાફિકને અડચણરૂપ રેંકડી-રિક્ષા ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં અનેક માર્ગો પર રેંકડી-પથારા તથા રીક્ષા ચાલકોને કારણે અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તંત્ર દ્વારા અનેક વખત આ અંગે કાર્યવાહી થાય છે. પરંતુ ફરીથી જૈસે થે જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે ફરી એક વખત પોલીસ દ્વારા રેંકડી તથા રીક્ષા ચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરાઇ છે. જામનગર શહેરમાં બેડીગેઇટ, રણજીત રોડ, શાક માર્કેટ, દરબારગઢ, બર્ધનચોક, ટાઉનહોલ રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો પર રેંકડીધારકોના દબાણ તથા રીક્ષા ચાલકો માર્ગ પર ઉભા રહેતા હોય, અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. જેના પરિણામે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરતા હોય છે. તંત્ર દ્વારા આ અંગે છાશવારે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ થોડા દિવસો કે, થોડી કલાકોમં જ ફરી જૈસે થે જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે ગઇકાલે ફરી એક વખત પોલીસ દ્વારા એમ.બી. ગજ્જરના આદેશ મુજબ પીએસઆઇ બી.જે. તિરકર અને આર.સી. જાડેજા તથા કંડોરીયા, હેકો એમ.બી. ઝાલા, એસ.એન. વાળા, ગિરીરાજસિંહ સહિતના સ્ટાફ દ્વારા રેંકડી-પથારા તથા રીક્ષા ચાલકો વિરુધ્ધ કાર્યવાહી કરાઇ હતી. ટ્રાફિકને અડચણરુપ 11 જેટલી રેંકડી અને રીક્ષા ચાલકો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular