જામનગરના એક શખ્સ વિરૂધ્ધ જિલ્લા પોલીસવડા દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામી સુરત જેલ ખાતે મોકલી આપવા એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના ફૈઝલ અબ્દુલ આરોલિયા વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાની સૂચના અનુસાર સીટી બી પીઆઇ એચ.બી.ઝાલા તથા સર્વેલન્સ પીએસઆઇ ડીએસ વાઢેરની સૂચના અનુસાર એલસીબી તથા જામનગર સીટી બી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારઘીને મોકલતા ફૈઝલ અબ્દુલ આરોલિયા વિરૂધ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇશ્યુ કરતાં આરોપીને સુરત લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.