Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં મકાન ભાડે આપીને પોલીસમાં નોંધ ન કરાવતા આઠ આસામીઓ સામે...

દ્વારકા જિલ્લામાં મકાન ભાડે આપીને પોલીસમાં નોંધ ન કરાવતા આઠ આસામીઓ સામે કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લો દેશનો છેવાડો અને પાકિસ્તાનની સરહદ નજીકનો વિસ્તાર હોય, અહીં પરપ્રાંતીય શખ્સો તેમજ આતંકવાદી પ્રવૃત્તિ કરતા ઈસમો દ્વારા કોઈ ગેરકાયદેસર કૃત્ય કે હુમલાના બનાવને અંજામ ન આપવામાં આવે તે માટે મકાન કે મિલકત ભાડે આપવા આપતા આસામીઓએ ભાડુઆત સંદર્ભેની નોંધ સ્થાનિક પોલીસ મથકમાં ફરજિયાત પણે કરવા માટેનું એક જાહેરનામું સક્ષમ અધિકારી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. તેમ છતાં પણ આ જાહેરનામાને અવગણીને અનેક આસામીઓ પોલીસમાં નોંધ કરાવતા ન હોવાથી જિલ્લા પોલીસે આ સામે કડક હાથે કામગીરી કરી છે.

- Advertisement -

જે અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના અનવર જુસબ સુંભણીયાએ પોતાનું મકાન પરપ્રાંતિય શ્રમિકોને ભાડે આપી તેમજ ઓખાના નવી બજારમાં જગદીશ લાલજીભાઈ સામાણી, મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં સત્યાભા કાયાભા માણેક, ખંભાળિયા તાલુકાના કજૂરડા વિજયનગર વિસ્તારમાં પરપ્રાંતિય આસામીઓને ઓરડીઓ ભાડે આપવા હરદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, કલ્યાણપુરમાં રાધે કૃષ્ણ સોસાયટીમાં હમીર વજશી કરમુર, લાંબા ગામના અશોક છગનભાઈ ધોકીયા, ભાટિયા ગામના નિલેશ જુઠાભાઈ ચાવડા, કલ્યાણપુર ગાંધવી ગામે રમેશગર જસમતગર રામદતી, તેમજ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ તથા તેના મકાનમાં ભાડુઆત રાખીને પોલીસને જાણ ન કરતા કાના સુખાભાઈ ચાવડા નામના આસામીઓ સામે જે-તે પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular