ખંભાળિયામાં રામનાથ રોડ પરથી કેફી પીણું પીધેલી હાલતમાં લાયસન્સ વગર સ્પ્લેન્ડર મોટર સાયકલ પર બેસીને નીકળેલા અત્રે સંજય નગર વિસ્તારમાં રહેતા અજય બાબુભાઈ મકવાણા નામના 29 વર્ષના કોળી યુવાનને પોલીસે ઝડપી લીધો હતો.
અહીંના કણઝાર ચોકડી પાસેથી ગત સાંજે પોલીસે નવી મોવાણ ગામના ભાયા જગાભાઈ ગોજીયા નામના 32 વર્ષના યુવાનને રૂપિયા વીસ હજારની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ પર કેફી પીધેલી હાલતમાં જ્યારે અહીંના રિલાયન્સ સર્કલ પાસેથી મોટા આસોટા ગામના મેરુ નથુ ચાવડા નામના 35 વર્ષના યુવાનને રૂપિયા વીસ હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર પીધેલી હાલતમાં નીકળતા પોલીસે ઝડપી લીધો હતો.
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી રાત્રીના 12:30 વાગ્યે રૂપિયા 50 હજાર ની કિંમતની મારુતિ સુઝુકી મોટરકારમાં કેફી પીણું પીધેલી હાલતમાં આરંભડા ખાતે રહેતા કિશોર કરસનભાઈ કાસ્ટા નામના 48 વર્ષના યુવાનને સ્થાનિક પોલીસે ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોરબંદર તાલુકાના રામદે સીણાભાઈ મોઢવાડિયા નામના 40 વર્ષના મેર યુવાનને ભાણવડના ઇન્દ્રેશ્વર વિસ્તારમાંથી પોલીસે રૂપિયા 15 હજારની કિંમતના સી.ડી. ડિલક્સ મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.